Saturday, July 13, 2013

hdb

તુજ ને નિહાળું છું

by nishitjoshi
hands-filled-with-water
હું મુજ પડછાયામાં પણ તુજ ને નિહાળું છું,
ભૂલ્યો છું બધું એ પણ કે ક્યાંથી હું આવું છું,
સબંધો બાંધી એવા તો વિકસાવેલા છે તે,
દુર છો રહ્યા પણ હજી હું સબંધ સંભાળું છું,
જુદા જુદા નામે જગે સંબોધ્યા સબંધ ને,
ગ્લાનીઓ ભૂલી તુજના ગીત સંભળાવું છું,
નથી હું'ગાલીબ','ગની'કે નથી હું'બેફામ',
શબ્દો જોડી દુનિયાને તુજ યાદ જતાવું છું,
નથી ખપતો દરિયો મુજને આપેલો કોઈનો,
તુજ આપેલ એક ખોબે મુજ તરસ છુપાવું છું.
નીશીત જોશી 11.07.13

No comments:

Post a Comment