Thursday, July 18, 2013

hdb19

આંખ માંડીને જો સમર… ને ધન્ય થા

ક્યાં કશે કોઈ અવર…. ને ધન્ય થા!

 

‘ખૂલ જા સીમ…સીમ’ અને ખુલ્લી ગુફા;

ઘાલ ગજવે જશને સર…. ને ધન્ય થા!

 

કંઠ-કર્કશ…કૂડ કપટ ત્યાગી હવે;

સદ ..મધુથી ભર ભીતર…. ને ધન્ય થા!

 

મોર થાવાને અભરખે કાગરાજ;

લે,વધુ એક પીંછું ઘર…. ને ધન્ય થા!

 

છે બધાં જેવોજ તું, સ્વીકાર કર;

’ઉચ્ચ’ની સીડી ઊતર…. ને ધન્ય થા!

 

જા,થઈ જા, ખુદ બધા ‘બોજા’ રહિત;

કબ્રનો તુજ બોજ હર…. ને ધન્ય થા!

No comments:

Post a Comment