બિહારના સારણ જીલ્લામાં છાપરા ગામની એક સરકારી શાળામાં મધ્યાન્હ ભોજન માં પીરસવામાં આવેલી ખીચડી ખાધા પછી બાવીસ બાળકોના મોત નીપજ્યા છે . બિહારના શિક્ષણમંત્રીએ ગઈકાલે આ આખા બનાવની નૈતિક જવાબદારી લઈને ભોજનમાં ઝેર નાખવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આરોપ પણ ગઈકાલે મીડિયા સમક્ષ કર્યો હતો . આ બનાવમાં શાળાની એક શિક્ષિકા ઉપર શંકાની સોય તાકીને એના ઉપર સરકારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દીધી છે . બિહારના શિક્ષણમંત્રી નું કહેવું છે કે શિક્ષિકાના પતિ તથા તેનો એક કૌટુંબિક સગો એક ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે, અને બિહાર સરકારને બદનામ કરવા માટે તેમણે આ શિક્ષિકા ને હાથો બનાવીને બાળકોને પીરસવામાં આવેલા ભોજનમાં ઝેર નાખ્યું છે . હવે તપાસ પછી જવાબદાર જે હોય તે, પણ મધ્યાન્હ ભોજન વ્યવસ્થાના છીંડા બહાર આવી ગયા છે .
.
.
No comments:
Post a Comment