કૉપીરાઈટના ફોગટ ભાંડા ફોડ,ન બ્લોગરો સાંધાની જોડ;
તને છે ચોરીચપાટીનો રોગ,કે વાહવાહી માંગે તારો ભોગ;
કે બ્લોગરો તમારુ લખાણ લખો રે…,પાર થાય તારો બેડો રે…
કે બ્લોગરો ઝઘડો છોડો રે…,ગુ.બ્લોગ જગતને આમ ન તોડો …
કે કાંતિ-વિજયને જોવો રે,બધા ત્યાં સંપમાં પાડો રે,
વગર સ્વાર્થે પહેલે નીકળે,અમારો મિત્ર તો બસ એ,
કે બ્લોગરો ઝઘડો છોડો રે…,ગુ.બ્લોગ જગતને આમ ન તોડો..
હોય છે એના લખ્ખાણ શું,અમે થોડા તમને કહેશું,
લખે ઈ લખાણ લખણ વગનું,ફૂટે છે ફાંદ પેટેથી,
ટટકારે કોપીપેસ્ટનો ઝભ્ભો , ને ટોપી પહેરે ઈ મોભો,
કે બ્લોગરો ઝઘડો છોડો રે…,ગુ.બ્લોગ જગતને આમ ન તોડો…
-ભુરીયો દ્વારકાવાળો “તોફાની”
No comments:
Post a Comment