Wednesday, July 10, 2013

ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી’ ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકાર શ્રી. મોરારીબાપુ‘આમ્બેડકર કથા’નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક સમાચાર જાણવા મળ્યા છે. ત્યારે આદરણીય શ્રી. મોરારીબાપુને મારી એક જાહેર નમ્ર વીજ્ઞપ્તી છે કે ભારતની પ્રજાને જગાડવાની આ મોંઘેરી સુવર્ણ તક આપે સ્વબળે પ્રાપ્ત કરી છે, ત્યારે ભારતની પ્રજાને એના સાચા અર્થમાં જગાડવામાં જરાય કસર છોડશો નહીં; કારણ કે છેલ્લાં કદાચ ૪૫ વર્ષથી આપ સતત રામકથાઓ કરતા રહ્યા હોવા છતાં; આજે જોઈ શકાય છે કેઆપણો સમાજ વહેમો, અન્ધશ્રદ્ધાઓ, વ્યર્થ અને હાનીકારક ક્રીયાકાંડો, કુપ્રથાઓ અને કુરીવાજોમાંથી બહાર નીકળવાને બદલે નીશદીન તેમાં વધુને વધુ ફસાતો જાય છે તથા સ્થાપીતહીતો દ્વારા તન–મન–ધનથી લુંટાઈને બરબાદ થતો જોવામાં આવી રહ્યો છે. ઉપરાન્ત આજે આપણો દેશ દુનીયાનો શ્રેષ્ઠ ભ્રષ્ટાચારી દેશ પણ બની ગયો છે. જે દર્શાવે છે કે રામકથાઓ આપણા દેશમાં સામાજીક, આર્થીક, રાજકીય અને ધાર્મીક સુધારણાઓ લાવવામાં નીષ્ફળ ગઈ છે. તેથી જ કદાચ આપ હવે ‘આમ્બેડકર કથા’ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા હોય એવું લાગે છે અને એમાં કશું અજુગતું નથી. બલકે એ જ એક તરણોપાય બચ્યો છે.
     આજથી દસેક વર્ષ પહેલાં મેં ‘પીંજરામાં પુરાયેલા ત્રણ(નર)સીંહોને’ શીર્ષક સાથે એક લેખ લખ્યો હતો, જે ૧ જુલાઈ, ૨૦૦૧ના ‘નયામાર્ગ’ પાક્ષીક (અમદાવાદ)માં પ્રગટ થયો હતો. તેમાં મેં આપશ્રી(મોરારીબાપુ),સ્વામી શ્રી. સચ્ચીદાનન્દજી અને ડૉ. ગુણવન્ત શાહને વર્ણાશ્રમધર્મ અને ઈશ્વર નામના પીંજરામાં પુરાયેલા નરસીંહો તરીકે નવાજી, તેમાંથી બહાર નીકળી મહાવીર સ્વામી અને બુદ્ધના પંચશીલ અને પ્રજ્ઞાના નીરીશ્વરવાદી તથા કર્મકાંડવીહીન સીદ્ધાન્તોનો પ્રચાર કરવાની વીનમ્ર વીનન્તી કરી હતી. તેમ જ તે વીષયમાં સૌથી વધારે ઉમ્મીદ મેં મોરારીબાપુ પ્રત્યે તેમાં વ્યકત કરી હતી. મારી એ ધારણા આજે મને ફળીભુત થતી લાગી રહી છે તેનો મને આનંદ છે.
     આદરણીય મોરારીબાપુ જ્યારે ‘આમ્બેડકર કથા’ કરવા જઈ રહ્યા છે ત્યારે એવું કહેવાની આવશ્યક્તા નથી જ કે ડૉ. બાબાસાહેબ આમ્બેડકરનું જીવન, કાર્ય અને વીચારધારા એ ગૌતમ બુદ્ધની વીચારધારા જ છે. જીવનના અન્ત કાળમાં બાબાસાહેબે બૌદ્ધધર્મની દીક્ષા અંગીકાર કરી સમગ્ર ભારતને ‘બુદ્ધમય’ બનાવવાનું મંગલમય સ્વપ્ન સેવ્યું હતું.
     આ સંજોગોમાં માનનીય મોરારીબાપુને વીનમ્ર નીવેદન છે કે, ભારતની પ્રજાને ૩૫૦૦ વર્ષ પહેલાં વીદેશી આર્યોએ સ્થાયેલા વર્ણાશ્રમધર્મની ચુંગાલમાંથી મુક્ત કરવાની અને ૫૦૦૦ વર્ષ પુરાણી સીંધુઘાટીની સંસ્કૃતીથી ચાલતા આવેલા, દેવગુરુ બૃહસ્પતી (ચાર્વાક) જેવા અનેક ઋષીઓ, બુદ્ધ – મહાવીર જેવા મુનીઓ, રૈદાસ, કબીર, નાનક, તુકારામ જેવા અનેક સન્તો અને મહાત્મા જ્યોતીબા ફુલે, મહાત્મા ગાંધીજી તથા ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જેવા સમાજસુધારકો દ્વારા પ્રચારેલ– પ્રસારેલ અસલ પ્રાચીન ભારતીય વૈજ્ઞાનીક અને માનવવાદી ધર્મ અને સંસ્કૃતીને અપનાવવાની પ્રેરણા પ્રદાન કરવાની કૃપા કરશોજી.
     આપને યાદ હશે જ કે ગુજરાતના વરીષ્ઠ રૅશનાલીસ્ટ અને આપના મીત્રશ્રી પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’સાથેની આપની પ્રથમ મુલાકાત વખતે તેમણે કહેલું કે ‘બાપુ, મને ભારતની પ્રજાની ચીન્તા થાય છે.’ ત્યારે આ સમયે ભારતની પ્રજાને ખોટા ધર્મ, સંસ્કૃતી અને ઈતીહાસમાંથી બહાર કાઢવાનો મળેલો આ મંગલ અવસર બાપુ, આપ ગુમાવશો નહીં. આપ બુદ્ધના કાર્ય–કારણના વૈજ્ઞાનીક સીદ્ધાન્ત પર આધારીત ઉપદેશને રૅશનાલીઝમના નુતન આધુનીક સ્વરુપે રજુ કરશો. આ અમુલ્ય અને અભુતપુર્વ તક આપના હાથમાંથી સરકી જશે તો તેમાં માત્ર મહાન ગૌતમ બુદ્ધની જ નહીં; પરન્તુ ભારતના સાચા ઈતીહાસ, ધર્મ અને સંસ્કૃતીની પણ ઘોર ઉપેક્ષા થશે, જે સર્વજન હીતાય, સર્વજન સુખાય તો નહીં જ હો

No comments:

Post a Comment