Thursday, July 4, 2013

શબ્દસર - ડો. કિશોરસિંહ સોલંકી આપણે જાણીએ છીએ કે, જીવનનાં બે પાસાં છે : એક, ઊજળું અને બીજું કાળું. માણસ ઉત્તમ કાર્યો કરે, સેવાની ભાવના સાથે, બીજાને મદદરૂપ થવા માટે જે કરે છે એ ઊજળી બાજુ ગણાય છે, એની વિરુદ્ધમાં જે કરે છે તે કાળી બાજુ છે. એવી જ રીતે જીવનમાં હાર અને જીત તો થયા જ કરે છે. સુખમાં છકી ન જવું, , એ પ્રમાણે જીતમાં પણ છકી ન જવાય અને હારમાં માથે હાથ મૂકીને બેસી ન રહેવાય. દેશમાં જ્યારે રાજા-રજવાડાંની સત્તા ચાલતી હતી ત્યારે છાશવારે યુદ્ધો ખેલાતાં હતાં. ક્યારેક તો નગણ્ય બાબતો માટે પણ યુદ્ધો ખેલાતાં. રમતમાં જેમ બધા જ જીતતા નથી, એમ યુદ્ધમાં પણ કોઈ એકની જ જીત થતી. બીજાને હારવું પડતું. હાર અને જીત તો જીવનની પણ એક ઘટમાળ છે, પણ હારેલો માણસ ચેનથી ઊંઘી શકતો નથી. એના મનમાં બદલાની ભાવના જબરદસ્ત પ્રબળ બનતી હોય છે. એમાં એક તો પોતાની હાર અને બીજું જે-તે રજવાડાને હડપ કરવાની દાનત. આમેય, કોઈ હારને સહન કરી શકતું નથી. હારથી માણસનું સ્વમાન ઘવાય છે. એના કારણે કાં તો એ હારને જીતમાં બદલવા માટે હકારાત્મક પ્રયત્ન કરે છે અથવા દ્વેષભાવે સામેવાળાને ખતમ કરવા માટે કટિબદ્ધ બને છે. જૂના સમયમાં તો મોતની નજીક પહોંચેલા પિતા પોતાના દીકરાને પાસે બોલાવીને કોની પાસેથી વેરનો બદલો લેવાનો છે, એ સૂચવતા જતા. વેરનો બદલો વેર જ હોઈ શકે, એવી દૃઢ માન્યતા પણ હતી. આવી ભાવના માત્ર ને માત્ર મનુષ્યમાં જ હોય છે એવું નથી, પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આપણે ભલે કહીએ : 'અવેરે જ શમે વેર.' પણ એ ઉપદેશ માટે ઉત્તમ છે, પણ મોટે ભાગે એવું બનતું નથી. બદલો લેવાની વૃત્તિ માણસની જન્મજાત હોય છે. 'હાર-સ્ત્રી (સં. પ્રા. હારિ)- પરાજય, ઓળ, પંક્તિ, ફૂલની, મોતીની કે સોનાની માળા' વગેરે અર્થ થાય છે. આપણે જાણીએ છીએ કે, આપણા દેશમાં બધાં જ અલંકારોમાં હાર શ્રેષ્ઠ ગણાય છે. તેનાં ઘડતર, બનાવટ અને જડતર બહુ જ સુંદર અને આકર્ષક હોય છે. હાર ઘણી જાતના આવે છે : 'મેઘદૂત'માં પણ એનો ઉલ્લેખ આવે છે : 'વેરાયેલાં ગતિથી હાલતાં વેણી મંદારપુષ્પો, જ્યાં કર્ણોથી કનકકમળે ને પડયા પત્રખંડે, મોતીસેરે સ્તન ઉપરથી સૂત્ર તૂટેલ હારે, નિશામાર્ગો સૂરજ ઊગતાં કામિનીના કળાયે.' જે સમજદાર હોય છે એ હારને પચાવી જાણે છે. એ હારમાંથી આવતીકાલના ભવિષ્યને ઘડે છે. આપણા ત્યાં કહેવાય છે કે, યુદ્ધની તૈયારી શાંતિના સમયે જ થતી હોય છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, 'પરાજયથી સત્યાગ્રહી અને અહિંસકને નિરાશા મળતી નથી. એનામાં તો કાર્યક્ષમતા અને લગની વધે છે.' જો માણસ માત્ર નિરાશ થઈને બેસી રહે તો કશું જ મેળવી શકતો નથી. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં પરાજિત થઈ જાય તો એનાથી એને નિરાશ થવાની જરૂર નથી. 'કરતાં જાળ કરોળિયો'ના ન્યાયે સતત લગનીથી મંડયા રહેવું પડે છે. પરાજયથી ડરવાની જરૂર નથી, પણ જે પરાજિત થાય છે, એને લોકો સ્વીકારતા પણ નથી. આજે યુદ્ધના મેદાનમાં લડવાનો સમય નથી, પણ કાગળનાં હથિયારો વડે હાર-જીત નક્કી કરવાનો સમય છે. જે ભડમાં ભડ ગણાતા હોય એ પણ પરિણામ આવતાંની સાથે ઊંદર બની જતાં આપણે જોયા છે. 'ઓલ્ડ મેન એન્ડ ધી સી'માં કહ્યું છે : 'તમે માણસને ખતમ કરી શકો, પણ પરાજિત નહીં.' પરાજય કોને કહેવાય ? એ પ્રશ્ન આપણા માટે મોટો છે. વેદવ્યાસે 'મહાભારત'ના 'સભાપર્વ' (૭૮/૯)માં કહ્યું છે : 'અધર્મથી પરાજિત કરેલા કોઈપણ મનુષ્યને પોતાના એ પરાજયથી દુઃખી થવાની જરૂર નથી.' ખોટી રીતે આઉટ કરેલા ખેલાડીને, બધા જાણતા હોય છે કે એને અન્યાય થયો છે, એ જ એની જીત ગણાય છે. માણસે બધેથી પોતાનો વિજય થાય, એવો પ્રયત્ન કરવાનો હોય છે. ઘણા એમાં સફળ થાય છે, પણ એમના વિજયનું અભિમાન એમના ઉપર સવાર થઈ જાય ત્યારથી એમની હારની શરૂઆત થતી હોય છે. માણસે જીતમાં આંબાની જેમ નીચે નમવું જોઈએ, જેનો અહમ્ વધી જાય, જાણે બીજા કોઈ છે જ નહીં, હું જ છું, એવો ભાવ મનમાં દૃઢ થઈ જાય ત્યારથી માની લેવાનું કે, માણસનું પતન શરૂ થઈ ગયું છે. માણસ તો એને કહેવાય કે, જે હારને હસતા મોંઢે સ્વીકારે અને જીતને શાંતિથી. કેટલાક લોકોની જીત અભિમાનમાં બદલાઈ જતી હોય છે. જ્યાં સુધી જીત એ જીત હોય છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી, પણ એનો અતિરેક થાય છે ત્યારથી માણસનો દરેક નિર્ણય એની અધોગતિ તરફ દોરી જતો હોય છે, જે એ પણ જાણતો નથી. આપણને ખબર છે કે, 'દસકો દુઃખ તો દસકો સુખ.' આ ઘટમાળને સમજીને, જ્યારે હારીએ ત્યારે પણ આપણું સન્માન સચવાય એ રીતે હારને પચાવવી જોઈએ. હારથી નાસીપાસ થવાની જરૂર નથી. એક વખત માણસની હાર થાય એનો અર્થ એ થતો નથી કે, ફરીથી પણ એ હારી જાય. હારે કોણ ? જે જીતવા માટે મેદાનમાં ઊભો હોય તે. જો હારી જઈશું, એવી બીકના કારણે આપણે સ્પર્ધામાં જ ન ઊતરીએ તો, કાયમ માટે હારેલા જ છીએ ને ? સાચા અર્થમાં તો હાર એ જીતની શરૂઆત ગણાય છે. હારી જવા પાછળનાં કારણોને ધ્યાનમાં રાખીને પુનઃ મેદાનમાં ઊતરીએ તો જરૂરથી જીતી શકાય છે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું : 'હાર જીતનું પ્રથમ પગથિયું છે. જે હારી ગયો છે તે ચોક્કસથી વિજય મેળવશે જ.' હારીને ઘર પકડીને બેસી ન રહેવાય. આપણે તો જીતવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઘણી વખત આપણને એવું લાગે કે, એ માણસ ખોટી રીતે જીતી ગયો. મહત્ત્વનું એ છે કે, એ જીતી ગયો. 'જીતા વો સિકંદર' એવું આપણે કહીએ છીએ. આપણા માટે જો જીત મહત્ત્વની હોય તો હાર પણ એટલી જ મહત્ત્વની ગણવી જોઈએ. એક વખત મળેલી હારથી જીતવા માટે બમણી શક્તિથી લાગી જવું પડે છે. આજે નહીં તો કાલે પણ જીત અવશ્ય આપણી જ છે, એવી દૃઢ શ્રદ્ધા જ માણસને જીવાડે છે. જે માણસ મનથી ભાંગી જાય છે, 'હવે શું થશે ' એવી નિરાશા સાથે બેસી જાય છે, એને પરાજય સિવાય બીજું શું મળવાનું હતું ? જે હારે છે એ જ જીતે છે. જે મનથી હારી જાય છે એ ક્યારેય જીતી શકતો નથી. માણસે સ્પર્ધાના મેદાનમાં મનની દૃઢતા સાથે જ ઊતરવાનું હોય છે. 'જો ડર ગયા, વો મર ગયા' એ ન્યાયે મનથી જ જીતવા માટે ઊભા રહેવાનું છે. મનમાં સહેજ પણ ઢચુપચુ થયા કરશે તો જરૂરથી હાર થશે જ. હિન્દીમાં એક કહેવત છે : 'મન કે જીતે જીત હૈં મન કે હારે હાર.' હાર-જીત તો માણસનું મન જ નક્કી કરતું હોય છે. જેનું મન દ્વિધા અનુભવતું હોય, એની હાર નિશ્ચિત માનવી. આપણે જાણીએ છીએ કે, દરેક સ્પર્ધામાં બે સ્પર્ધકો હોય છે, એમાં એકને જીતવાનું તો બીજાને હારવાનું નક્કી છે. પછી શા માટે મન મક્કમ કરીને જ સ્પર્ધામાં ન ઊતરવું ? હું જ જીતીશ, એવો દૃઢ નિર્ધાર માણસને અચૂક વિજય અપાવતો હોય છે. વળી, જો આપણે હાર વિશે ન જાણતા હોઈએ તો ? હાર વિશે જાણીએ છીએ, માટે જ આપણને જ્યારે વિજય મળે છે ત્યારે એનો આનંદ લઈ શકીએ છીએ. કાર્લાઈલે કહ્યું છે : 'જો હાર વિશે આપણે જાણતા જ ન હોય તો વિજયમાં આપણે પ્રસન્ન ન થઈ શક્યા હોત.' આપણે નાના હતા ત્યારે એક ગીત ગાતાં : 'જીત્યા કોણ ? જીત્યા કોણ... ? રમનારા સૌ જીતી ગયા... હાર્યા કોણ ? હાર્યા કોણ... ? ઘરે બેઠા તે હારી ગયા.' જે સ્પર્ધામાં આવે છે એની જ હાર-જીત થાય છે. જીતવા માટે સૌપ્રથમ તો આપણી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે : 'જ્યારે પોતાની જીતમાં વિશ્વાસ ન હોય અને નેતાઓમાં શ્રદ્ધા ન હોય, ત્યારે આપણી હાર નિશ્ચિત છે.' આપણે જેની આગેવાની નીચે યુદ્ધ લડતા હોઈએ એમાં આપણો વિશ્વાસ જરૂરી છે. આપણો નેતા દિવસે કહે કે રાત છે તો રાત છે. એમાં દલીલને અવકાશ ન હોવો જોઈએ. આપણને એટલી તો શ્રદ્ધા હોવી જોઈએ કે, પોતાનો આગેવાન જે કંઈ કરશે તે સૌના હિતમાં હશે જ. નહીંતર ગુજરાતીમાં કહેવત છે : 'જેનો આગેવાન આંધળો એનું કુટુંબ કૂવામાં.' આપણે જીતવું હોય તો આપણે એવો જ આગેવાન પસંદ કરવો પડે, પણ જેને કોઈ જ લાજ કે શરમ હોતી નથી, એને તો હાર અને જીત વચ્ચે કોઈ જ ફેર પડતો નથી. જયશંકર પ્રસાદે કહ્યું છે : 'નિર્લજ હારીને પણ હારતો નથી, મરીને પણ મરતો નથી.' સમાજમાં ઘણાં લોકો આ પ્રકારના હોય છે. આપણી એક કહેવત છે : 'હાર્યો જુગારી બમણું રમે.' એમાં એની આશા બેવડાતી જાય છે. હાર પછી શું કરવું જોઈએ એનું પ્રમાણભાન પણ આપણે રાખવું જોઈએ. બેડેલ ફિલિપે કહ્યું છે : 'હાર શું છે ? શિક્ષાથી વધારે કંઈ જ નહીં, જે એક સારી સ્થિતિ માટેનું પ્રથમ પગલું છે.' જે હારે છે એ જ જીતે છે. માણસે કોઈપણ સ્પર્ધા માટે પોતાના ધ્યેયની ખરાઈ કરવી જોઈએ. જેનું ધ્યેય ઉત્તમ હોય, એની હાર ક્યારેય થતી નથી. ભલે, એ ખતમ થઈ જાય, પણ એનું જે ધ્યેય હોય છે, એ જીવતું જ હોય છે. બાયરને કહ્યું છે : 'જે મહાન ઉદ્દેશ્યના માટે મરે છે, એની હાર ક્યારેય થતી નથી.' માણસનો ઉદ્દેશ શુદ્ધ અને સાત્ત્વિક હોય તો એની હારમાં પણ જીત જ હોય છે. તેથી, મન ઉપરથી ધૂળ ખંખેરી, બહાનાં બતાવ્યા વિના, જીવનનો કોઈ ઉમદા ધ્યેય નક્કી કરી, નીકળી પડો આ જગતના ચોકમાં, જ્યાં વિજય તમને માળા પહેરાવવા માટે સામે જ ઊભો ઊભો તમારી રાહ જોઈ રહ્યો છે. હારનો વિચાર એ તો કાયર માણસનું કામ છે. શક્તિશાળી ક્યારેય હારતો નથી

શબ્દસર - ડો. કિશોરસિંહ સોલંકી
આપણે જાણીએ છીએ કે, જીવનનાં બે પાસાં છે : એક, ઊજળું અને બીજું કાળું. માણસ ઉત્તમ કાર્યો કરે, સેવાની ભાવના સાથે, બીજાને મદદરૂપ થવા માટે જે કરે છે એ ઊજળી બાજુ ગણાય છે, એની વિરુદ્ધમાં જે કરે છે તે કાળી બાજુ છે. એવી જ રીતે જીવનમાં હાર અને જીત તો થયા જ કરે છે. સુખમાં છકી ન જવું, , એ પ્રમાણે જીતમાં પણ છકી ન જવાય અને હારમાં માથે હાથ મૂકીને બેસી ન રહેવાય. દેશમાં જ્યારે રાજા-રજવાડાંની સત્તા ચાલતી હતી ત્યારે છાશવારે યુદ્ધો ખેલાતાં હતાં. ક્યારેક તો નગણ્ય બાબતો માટે પણ યુદ્ધો ખેલાતાં. રમતમાં જેમ બધા જ જીતતા નથી, એમ યુદ્ધમાં પણ કોઈ એકની જ જીત થતી. બીજાને હારવું પડતું. હાર અને જીત તો જીવનની પણ એક ઘટમાળ છે, પણ હારેલો માણસ ચેનથી ઊંઘી શકતો નથી. એના મનમાં બદલાની ભાવના જબરદસ્ત પ્રબળ બનતી હોય છે. એમાં એક તો પોતાની હાર અને બીજું જે-તે રજવાડાને હડપ કરવાની દાનત. આમેય,કોઈ હારને સહન કરી શકતું નથી. હારથી માણસનું સ્વમાન ઘવાય છે. એના કારણે કાં તો એ હારને જીતમાં બદલવા માટે હકારાત્મક પ્રયત્ન કરે છે અથવા દ્વેષભાવે સામેવાળાને ખતમ કરવા માટે કટિબદ્ધ બને છે. જૂના સમયમાં તો મોતની નજીક પહોંચેલા પિતા પોતાના દીકરાને પાસે બોલાવીને કોની પાસેથી વેરનો બદલો લેવાનો છે, એ સૂચવતા જતા. વેરનો બદલો વેર જ હોઈ શકે, એવી દૃઢ માન્યતા પણ હતી. આવી ભાવના માત્ર ને માત્ર મનુષ્યમાં જ હોય છે એવું નથી, પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આપણે ભલે કહીએ : 'અવેરે જ શમે વેર.' પણ એ ઉપદેશ માટે ઉત્તમ છે, પણ મોટે ભાગે એવું બનતું નથી. બદલો લેવાની વૃત્તિ માણસની જન્મજાત હોય છે.
'હાર-સ્ત્રી (સં. પ્રા. હારિ)- પરાજય, ઓળ, પંક્તિ, ફૂલની, મોતીની કે સોનાની માળા' વગેરે અર્થ થાય છે. આપણે જાણીએ છીએ કે,આપણા દેશમાં બધાં જ અલંકારોમાં હાર શ્રેષ્ઠ ગણાય છે. તેનાં ઘડતર, બનાવટ અને જડતર બહુ જ સુંદર અને આકર્ષક હોય છે. હાર ઘણી જાતના આવે છે : 'મેઘદૂત'માં પણ એનો ઉલ્લેખ આવે છે :
'વેરાયેલાં ગતિથી હાલતાં વેણી મંદારપુષ્પો,
જ્યાં કર્ણોથી કનકકમળે ને પડયા પત્રખંડે,
મોતીસેરે સ્તન ઉપરથી સૂત્ર તૂટેલ હારે,
નિશામાર્ગો સૂરજ ઊગતાં કામિનીના કળાયે.'
જે સમજદાર હોય છે એ હારને પચાવી જાણે છે. એ હારમાંથી આવતીકાલના ભવિષ્યને ઘડે છે. આપણા ત્યાં કહેવાય છે કે, યુદ્ધની તૈયારી શાંતિના સમયે જ થતી હોય છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, 'પરાજયથી સત્યાગ્રહી અને અહિંસકને નિરાશા મળતી નથી. એનામાં તો કાર્યક્ષમતા અને લગની વધે છે.' જો માણસ માત્ર નિરાશ થઈને બેસી રહે તો કશું જ મેળવી શકતો નથી. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં પરાજિત થઈ જાય તો એનાથી એને નિરાશ થવાની જરૂર નથી. 'કરતાં જાળ કરોળિયો'ના ન્યાયે સતત લગનીથી મંડયા રહેવું પડે છે. પરાજયથી ડરવાની જરૂર નથી, પણ જે પરાજિત થાય છે, એને લોકો સ્વીકારતા પણ નથી. આજે યુદ્ધના મેદાનમાં લડવાનો સમય નથી, પણ કાગળનાં હથિયારો વડે હાર-જીત નક્કી કરવાનો સમય છે. જે ભડમાં ભડ ગણાતા હોય એ પણ પરિણામ આવતાંની સાથે ઊંદર બની જતાં આપણે જોયા છે. 'ઓલ્ડ મેન એન્ડ ધી સી'માં કહ્યું છે : 'તમે માણસને ખતમ કરી શકો, પણ પરાજિત નહીં.' પરાજય કોને કહેવાય ? એ પ્રશ્ન આપણા માટે મોટો છે. વેદવ્યાસે 'મહાભારત'ના 'સભાપર્વ' (૭૮/૯)માં કહ્યું છે : 'અધર્મથી પરાજિત કરેલા કોઈપણ મનુષ્યને પોતાના એ પરાજયથી દુઃખી થવાની જરૂર નથી.' ખોટી રીતે આઉટ કરેલા ખેલાડીને, બધા જાણતા હોય છે કે એને અન્યાય થયો છે, એ જ એની જીત ગણાય છે. માણસે બધેથી પોતાનો વિજય થાય, એવો પ્રયત્ન કરવાનો હોય છે. ઘણા એમાં સફળ થાય છે, પણ એમના વિજયનું અભિમાન એમના ઉપર સવાર થઈ જાય ત્યારથી એમની હારની શરૂઆત થતી હોય છે. માણસે જીતમાં આંબાની જેમ નીચે નમવું જોઈએ, જેનો અહમ્ વધી જાય, જાણે બીજા કોઈ છે જ નહીં, હું જ છું, એવો ભાવ મનમાં દૃઢ થઈ જાય ત્યારથી માની લેવાનું કે, માણસનું પતન શરૂ થઈ ગયું છે. માણસ તો એને કહેવાય કે, જે હારને હસતા મોંઢે સ્વીકારે અને જીતને શાંતિથી. કેટલાક લોકોની જીત અભિમાનમાં બદલાઈ જતી હોય છે. જ્યાં સુધી જીત એ જીત હોય છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી, પણ એનો અતિરેક થાય છે ત્યારથી માણસનો દરેક નિર્ણય એની અધોગતિ તરફ દોરી જતો હોય છે, જે એ પણ જાણતો નથી. આપણને ખબર છે કે, 'દસકો દુઃખ તો દસકો સુખ.' આ ઘટમાળને સમજીને, જ્યારે હારીએ ત્યારે પણ આપણું સન્માન સચવાય એ રીતે હારને પચાવવી જોઈએ.
હારથી નાસીપાસ થવાની જરૂર નથી. એક વખત માણસની હાર થાય એનો અર્થ એ થતો નથી કે, ફરીથી પણ એ હારી જાય. હારે કોણ ? જે જીતવા માટે મેદાનમાં ઊભો હોય તે. જો હારી જઈશું, એવી બીકના કારણે આપણે સ્પર્ધામાં જ ન ઊતરીએ તો, કાયમ માટે હારેલા જ છીએ ને ? સાચા અર્થમાં તો હાર એ જીતની શરૂઆત ગણાય છે. હારી જવા પાછળનાં કારણોને ધ્યાનમાં રાખીને પુનઃ મેદાનમાં ઊતરીએ તો જરૂરથી જીતી શકાય છે. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું : 'હાર જીતનું પ્રથમ પગથિયું છે. જે હારી ગયો છે તે ચોક્કસથી વિજય મેળવશે જ.' હારીને ઘર પકડીને બેસી ન રહેવાય. આપણે તો જીતવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ઘણી વખત આપણને એવું લાગે કે, એ માણસ ખોટી રીતે જીતી ગયો. મહત્ત્વનું એ છે કે, એ જીતી ગયો. 'જીતા વો સિકંદર' એવું આપણે કહીએ છીએ. આપણા માટે જો જીત મહત્ત્વની હોય તો હાર પણ એટલી જ મહત્ત્વની ગણવી જોઈએ. એક વખત મળેલી હારથી જીતવા માટે બમણી શક્તિથી લાગી જવું પડે છે. આજે નહીં તો કાલે પણ જીત અવશ્ય આપણી જ છે, એવી દૃઢ શ્રદ્ધા જ માણસને જીવાડે છે. જે માણસ મનથી ભાંગી જાય છે, 'હવે શું થશે ' એવી નિરાશા સાથે બેસી જાય છે, એને પરાજય સિવાય બીજું શું મળવાનું હતું ? જે હારે છે એ જ જીતે છે. જે મનથી હારી જાય છે એ ક્યારેય જીતી શકતો નથી. માણસે સ્પર્ધાના મેદાનમાં મનની દૃઢતા સાથે જ ઊતરવાનું હોય છે.
'જો ડર ગયા, વો મર ગયા' એ ન્યાયે મનથી જ જીતવા માટે ઊભા રહેવાનું છે. મનમાં સહેજ પણ ઢચુપચુ થયા કરશે તો જરૂરથી હાર થશે જ. હિન્દીમાં એક કહેવત છે : 'મન કે જીતે જીત હૈં મન કે હારે હાર.' હાર-જીત તો માણસનું મન જ નક્કી કરતું હોય છે. જેનું મન દ્વિધા અનુભવતું હોય, એની હાર નિશ્ચિત માનવી. આપણે જાણીએ છીએ કે, દરેક સ્પર્ધામાં બે સ્પર્ધકો હોય છે, એમાં એકને જીતવાનું તો બીજાને હારવાનું નક્કી છે. પછી શા માટે મન મક્કમ કરીને જ સ્પર્ધામાં ન ઊતરવું ? હું જ જીતીશ, એવો દૃઢ નિર્ધાર માણસને અચૂક વિજય અપાવતો હોય છે. વળી, જો આપણે હાર વિશે ન જાણતા હોઈએ તો ? હાર વિશે જાણીએ છીએ,માટે જ આપણને જ્યારે વિજય મળે છે ત્યારે એનો આનંદ લઈ શકીએ છીએ. કાર્લાઈલે કહ્યું છે : 'જો હાર વિશે આપણે જાણતા જ ન હોય તો વિજયમાં આપણે પ્રસન્ન ન થઈ શક્યા હોત.'
આપણે નાના હતા ત્યારે એક ગીત ગાતાં : 'જીત્યા કોણ ? જીત્યા કોણ... ? રમનારા સૌ જીતી ગયા... હાર્યા કોણ ? હાર્યા કોણ... ? ઘરે બેઠા તે હારી ગયા.' જે સ્પર્ધામાં આવે છે એની જ હાર-જીત થાય છે. જીતવા માટે સૌપ્રથમ તો આપણી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે : 'જ્યારે પોતાની જીતમાં વિશ્વાસ ન હોય અને નેતાઓમાં શ્રદ્ધા ન હોય, ત્યારે આપણી હાર નિશ્ચિત છે.' આપણે જેની આગેવાની નીચે યુદ્ધ લડતા હોઈએ એમાં આપણો વિશ્વાસ જરૂરી છે. આપણો નેતા દિવસે કહે કે રાત છે તો રાત છે. એમાં દલીલને અવકાશ ન હોવો જોઈએ. આપણને એટલી તો શ્રદ્ધા હોવી જોઈએ કે, પોતાનો આગેવાન જે કંઈ કરશે તે સૌના હિતમાં હશે જ. નહીંતર ગુજરાતીમાં કહેવત છે : 'જેનો આગેવાન આંધળો એનું કુટુંબ કૂવામાં.' આપણે જીતવું હોય તો આપણે એવો જ આગેવાન પસંદ કરવો પડે, પણ જેને કોઈ જ લાજ કે શરમ હોતી નથી, એને તો હાર અને જીત વચ્ચે કોઈ જ ફેર પડતો નથી. જયશંકર પ્રસાદે કહ્યું છે : 'નિર્લજ હારીને પણ હારતો નથી, મરીને પણ મરતો નથી.' સમાજમાં ઘણાં લોકો આ પ્રકારના હોય છે. આપણી એક કહેવત છે : 'હાર્યો જુગારી બમણું રમે.' એમાં એની આશા બેવડાતી જાય છે. હાર પછી શું કરવું જોઈએ એનું પ્રમાણભાન પણ આપણે રાખવું જોઈએ. બેડેલ ફિલિપે કહ્યું છે : 'હાર શું છે ? શિક્ષાથી વધારે કંઈ જ નહીં, જે એક સારી સ્થિતિ માટેનું પ્રથમ પગલું છે.' જે હારે છે એ જ જીતે છે. માણસે કોઈપણ સ્પર્ધા માટે પોતાના ધ્યેયની ખરાઈ કરવી જોઈએ. જેનું ધ્યેય ઉત્તમ હોય, એની હાર ક્યારેય થતી નથી. ભલે, એ ખતમ થઈ જાય, પણ એનું જે ધ્યેય હોય છે, એ જીવતું જ હોય છે. બાયરને કહ્યું છે : 'જે મહાન ઉદ્દેશ્યના માટે મરે છે, એની હાર ક્યારેય થતી નથી.' માણસનો ઉદ્દેશ શુદ્ધ અને સાત્ત્વિક હોય તો એની હારમાં પણ જીત જ હોય છે. તેથી, મન ઉપરથી ધૂળ ખંખેરી, બહાનાં બતાવ્યા વિના, જીવનનો કોઈ ઉમદા ધ્યેય નક્કી કરી, નીકળી પડો આ જગતના ચોકમાં, જ્યાં













વિજય તમને માળા પહેરાવવા માટે સામે જ ઊભો ઊભો તમારી રાહ જોઈ રહ્યો છે. હારનો વિચાર એ તો કાયર માણસનું કામ છે. શક્તિશાળી ક્યારેય હારતો નથી

No comments:

Post a Comment