ક્રિસમસ અને નવા વર્ષની શરૂઆતમાં શિરડીમાં સાંઈબાબાના ભક્તોએ કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે. મંદીરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સાંઈ બાબાના દર્શન કર્યા છે અને દિલ ખોલીને દાન પણ કર્યુ છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વખતે મંદિરના ખજાનામાં 15 કરોડ અને 13 લાખ રોકડનો વધારો થયો છે. દાનમાં સોના-ચાંદીની માત્રામાં પણ વધારો થયો છે. હાલ સોના અને ચાંદીની કિંમત વિશે મંદીર ટ્રસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. નવા વર્ષની શરૂઆત પછી પણ શ્રદ્ધાળુઓની ભીડ મંદિરમાં ચાલુ જ છે.
શિરડીમાં 2011માં સાઈ બાબા પર રૂ. 276 કરોડનુ દાન કરવામાં આવ્યુ હતુ. 2011-12માં 42 કિલો સોનુ, 428 કિલો ચાંદી અને હુંડીમાં 160 કરોડ રોકડ આવી હતી, જ્યારે દાનમાં 8 કરોડ વિદેશી કરન્સીનો પણ સમાવેશ થયો છે. વર્ષ 2012-13માં રૂ. 305 કરોડ 39 લાખનુ દાન આવ્યુ હતુ. આ દાનમાં 35 કિલો સોનુ અને 385 કિલો ચાંદી અને 1 કરોડ 18 લાખ રૂપિયાના હીરાનો પણ સમાવેશ થયો છે. આ સમયગાળા દરમિયાન મંદીરની હુંડીમાં રૂ. 176 કરોડ રોકડ અને 10 કરોડની વિદેશી કરન્સી પણ ભક્તોએ દાનમાં આપી છે.
2009-10થી 2012-13 સુધીમાં શિરડીમાં સાઈબાબા મંદિરમાં ભક્તોએ સરેરાશ રૂ. 1009 કરોડનુ દાન આપ્યુ છે. હાલ સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા 50 ટકા દાનની રકમ ખર્ચ કરવામાં આવી છે. ટ્રસ્ટને રોકડમાં મળેલ દાનની રકમમાંથી રૂ. 540.49 કરોડ ચેરિટી ટ્રસ્ટ પર ખર્ચ કરવામાં આવ્યા છે. 2009-10માં શિરડી મંદિરની કમાણી રૂ. 196.66 કરોડથી વધીને રૂ. 298.39 કરોડ થઈ ગઈ છે. એપ્રિલથી નવેમ્બર 2012માં આઠ મહિનાના સમયગાળામાં મંદિરની કમાણીમાં 51 ટકાનો વધારો થઈ ગયો છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment