Saturday, January 4, 2014

harshad










 સેન્ટ ઝેવિયર્સમાં જેસ્યુટ એલ્યુમનીનું સેલિબ્રેશન : આખા દેશમાંથી ૫૦૦ એલ્યુમની જોડાયા
અમદાવાદ : ૪ ડિસેમ્બર ૨૦૧૩
સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે દ્વિદિવસીય ૭મી જેસ્યુટ એલ્યુમની એસોસિએશન ઓફ ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે ઇનોગ્રેશન સેરમનીમાં ધ ગ્રાન્ડ ભગવતિના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્ર સોમાણી, JAAIના પ્રેસિડેન્ટ નરેશ ગુપ્તા, જેએએજીના પ્રેસિડેન્ટ જોનાલ્ડ માર્ક્સ, ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર ડો. સુદર્શન આયંગાર હાજર રહ્યાં હતા. જેમાં ફાધર ફ્રાન્સિસ પરમારે બધાને ગુજરાતમાં આવકાર્યા હતા. આ સાથે જ નરેન્દ્ર સોમાણીએ આ વર્ષની થિમ વાઇબ્રન્ટ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરી હતી. તેમણે એવા સ્ટુડન્ટ્સની પણ વાત કરી હતી કે જેમણે ઓછા માર્ક્સ આવ્યાં હોવાં સફળતા મેળવી હોય. આ ઉપરાંત તેમણે દેશની ૫૫ ટકા યંગજનરેશન વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
 આ ઇવેન્ટમાં હાજર રહેલાં ડો. સુદર્શન આયંગારે કોલેજકાળના અનુભવોને યાદ કરતાં જણાવ્યું હતું કે,'આ એ જ સ્ટેજ છે જ્યાં ૪૩ વર્ષ પહેલા એક ડ્રામા દરમિયાન હું નર્વસ થયો હતો અને આજે પણ આ સ્ટેજ પર નવર્સ છું. હું બહુ હોશિંયાર સ્ટુડન્ટ નહતો. અત્યારે આ દેશમાં ઘણાં પરિવર્તન આવી રહ્યાં છે. આપણે વાઇબ્રન્ટ ઇન્ડિયાની કઇ તરફ જવા માંગીએ છીએ અથવા જઇ શકીએ છીએ તે સમજવું પડશે. આઝાદી પછી લોકો રાજકારણને સરળ માનીને તે રસ્તે દોડવા માંડયા. જે પહેલવાનોને સહારે નેતા ચૂંટાતા હતા તેમને ખબર પડી ગઇ કે આપણી શક્તિ શું છે? તેથી તેઓ પોતે જ ચુંટણી લડીને જીતવા લાગ્યા. ૧૯૯૧માં વિદેશના દ્વાર ખુલ્યા પણ ત્યારબાદ દલાલી વૃતિ દેશમાં વિકસી.
અહીં આવતાં પહેલા મારા મનમાં પ્રશ્ન હતો કે ગાંધીજીને ફોલો કરવા કેટલા અઘરા છે પરંતુ અહીં આવીને મને લાગ્યું કે હું એકલી નહીં પણ ઘણાં લોકો ગાંધીજીને ફોલો કરે છે.
- સ્વાતિ ગૌતમ, એલ્યુમની-કોલકત્તા
અહીં ૫૦૦ ડેલિગેટ ભારતના અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યાં છે. અહીં બધા એલ્યુમની કેવા નેટવર્કથી જોડાઇ શકે તેના પર ડિસ્કશન કર્યું.
- ફાધર દુરાઇ
આ કાર્યક્રમમાં મારી બુક 'શેપિંગ અ ન્યુ ઇન્ડિયા' લોંચ કરવામાં આવી છે. જેમાં  નારી સશક્તિકરણની વાત કરવામાં આવી છે.
- ફાધર નોબર્ટ મેનેમિસ

No comments:

Post a Comment