Friday, November 8, 2013

hdb9

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતવા ભાજપ સંગઠન પર દબાવ લાવી રહ્યા છે. આમ છતાં ૭થી ૮ બેઠકો જીતવી અઘરી દેખાઈ રહી છે. ભાજપની એક તાસિર રહી છે કે કોંગ્રેસની પરંપરાગત બેઠક જીતી શકાય તેમ ન હોય તો કોંગ્રેસમાંથી જ સક્ષમ ઉમેદવારને ભાજપમાં લાવી ટિકિટ આપીને બેઠક કબજે કરવી. અત્યારે ભાજપના ૧૭ સાંસદો છે તે પૈકી ચાર સાંસદો કોંગ્રેસમાંથી આવેલા છે. જ્યારે ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના છ મંત્રીઓ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા છે. કુલ ૨૪ ધારાસભ્યો એવા છે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ટિકિટ મેળવી ધારાસભ્ય બન્યા છે.
Ÿ         જ્યાં ભાજપ કે સીએમનાં નામે નથી જીતાતું ત્યાં કોંગી ઉમેદવારને ભાજપમાં જોડી બેઠક જીતવાની માનસિકતા
Ÿ         લોકસભાની કોંગ્રેસની બેઠક મેળવવા ભાજપ કોંગ્રેસમાંથી ઉમેદવાર મેળવશે
Ÿ         કાર્યકરોને બાજુ પર રાખી આયાતી ઉમેદવારથી પક્ષમાં અસંતોષ ફેલાતો
Ÿ         હોય છે
એક વર્ષની સતત મથામણ પછી પણ ભાજપને તમામ ૨૬ બેઠકો કબજે કરવા રાજકીય ગોઠવણો કરવી પડે એવી સ્થિતિ છે. વિકાસ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામના ઉપયોગથી મત મળી શકે તેમ નથી. બુથ આયોજનો વ્યાપક કરવા છતાં મતદારોની માનસિક્તા બદલવી ભાજપને અઘરી લાગે છે. કેટલાક વિસ્તારો અને કેટલીક જ્ઞાતિ પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જ રહે છે અને તેમાં પણ જ્ઞાતિના કેટલાક આગેવાનોના પ્રભુત્વના કારણે કોંગ્રેસ બેઠકો મેળવી શકે છે.
ભાજપના તમામ પ્રયાસો નાકામિયાબ રહ્યા બાદ હવે છેલ્લે કોંગ્રેસની મત બેંક તોડવા માટે જે તે જ્ઞાતિના પ્રભુત્વ ધરાવતા નેતાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી તેને જ ઉમેદવાર બનાવી દઈને બેઠક જીતવા પ્રયત્નો કરવામાં આવશે.
પ્રદેશ ભાજપન, સાબરકાંઠા, આણંદ, દાહોદ, વલસાડ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર બેઠકો છે. આ બેઠકો પર આદિવાસી કોળી, આહીર, ક્ષત્રિય અને પટેલ મતોનું પ્રભુત્વ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને તાજેતરમાં જ આયોજન પંચના ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે એવા નરહરિ અમીન કોંગ્રેસના આગેવાનોના સંપર્કો કરી રહ્યા છે. ભાજપમાં આવવા તડજોડ- લાલચો અને પદની ઓફરો કરી એકાદ માસમાં ભાજપમાં વ્યાપક પ્રવેશ શરૂ થશે.
ભાજપના કયા ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે
ભાજપમાં એક વખત અઘરી બેઠકને જીતવા કોંગ્રેસમાંથી અગ્રણીને ભાજપમાં લાવીને ટિકિટ આપી બેઠક કબજે કરવામાં આવે છે. પરંતુ ભાજપમાં તેમની કાર્યશૈલી જોયા પછી બીજી કે ત્રીજી ટર્મમાં તેમને ટિકિટ મળે છે. ૨૦૧૨ની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેમાં ૨૪ જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે તે ઉપરાંત ૧૦ જેટલા પૂર્વ ધારાસભ્યો એવા છે કે જેમને ટિકિટ મળી હોય અથવા ટિકિટ મળી હોય તો હારી ગયા હોય.
ક્રમ        નામ      વિસ્તાર
(૧) ડો. નીમાબહેન આચાર્ય (ભુજ)
(૨) વાસણભાઈ આહીર     (અંજાર)
(૩) વાઘજીભાઈ પટેલ       (રાપર)
(૪) પરબતભાઈ પટેલ        (મંત્રી)
(૫) લીલાઘરભાઈ વાઘેલા   (મંત્રી)
(૬) કેશાજી ચૌહાણ           (દિયોદર)
(૭) નાગરજી ઠાકોર           (રાધનપુર)
(અપક્ષ- રાજપા- કોંગ્રેસ)
(૮) ભરતસિંહ ડાભી          (ખેરાલુ)
(૯) ઋષિકેશ પટેલ            (વિસનગર)
(૧૦) વલ્લભભાઈ કાકડીયા (અમદાવાદ)
(૧૧) લાલજીભાઈ કોળી પટેલ         (ધંધુકા)
(૧૨) શામજીભાઈ ચૌહાણ (ચોટીલા)
(૧૩) જયેશ રાદડીયા         (મંત્રી)
(૧૪) પૂનમબહેન માડપ     (ખંભાળીયા)
(૧૫) પબુભા માણેક          (દ્વારકા)
(૧૬) કેશુભાઈ નાકરાણી     (ગારિયાધાર)
(૧૭) પરસોત્તમ સોલંકી     (ભાવનગર)
(૧૮) દેવુસિંહ ચૌહાણ       (માતર)
(૧૯) જેઠાભાઈ ભરવાડ     (શહેરા)
(૨૦) જયદ્રથસિંહ પરમાર (મંત્રી)
(૨૧) રમેશ ભુરાભાઈ કટારા            (ફતેપુરા)
(૨૨) યોગેશ પટેલ            (માંજલપુર- વડોદરા)

(૨૩) દિનેશભાઈ પટેલ      (પાદરા)

(૨૪) રમણભાઈ પાટકર     (ઉંમરગાવ)
રાજ્યકક્ષાના છ મંત્રીઓનું ગોત્ર કોંગ્રેસી રહ્યું છે
જેમને ટિકિટ આપવી અને ચૂંટાયા પછી મંત્રી બનાવવા એ ભાજપની મજબૂરી છે એવા છ ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવ્યા છે. જેમાં કોળી સમાજના અગ્રણી પરસોત્તમ સોલંકી, બનાસકાંઠામાં ચૌધરી સમાજના અગ્રણી પરબતભાઈ પટેલ, બનાસકાંઠામાં ઠાકોર સમાજના અગ્રણી લીલાધર વાઘેલા, સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ પર પ્રભુત્વ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડીયા,પંચમહાલ જિલ્લામાં ક્ષત્રિય મતો પર પ્રભુત્વ ધરાવતા જયદ્રથસિંહ પરમાર તથા આહિર સમાજના પ્રભુત્વ ધરાવતા કચ્છના વાસણભાઈ આહીરનો સમાવેશ થાય છે.
ભાજપના ૧૭ પૈકી ચાર સાસંદો કોંગ્રેસ ગોત્રના
ભાજપમાં ઠરીઠામ થઈ ચુકેલા ચાર સાંસદોનું મુળ ગોત્ર કોંગ્રેસનું જ છે. તેમાં પોરબંદરના વિઠ્ઠલ રાદડીયા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને છોટા ઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરના સાંસદ સોમાભાઈ પટેલ, ભાજપમાં હોય તો પણ જીતે અને કોંગ્રેસમાંથી લડે તો પણ જીતે છે.અત્યારે તેઓ કોંગ્રેસના સાંસદ છે, પરંતુ તેમને ફરી ભાજપમાં લાવવા માટે પ્રયત્નો શરૂ થયા છે.

No comments:

Post a Comment