Sunday, December 29, 2013

hdb 30

સંવેદના - મેનકા ગાંધી

પૃથ્વી પરના અન્ય જીવોને સમજો - સાચવો..

જેને સૌથી ઓછો પ્રેમ કરીએ છીએ એવા જીવો પણ મહત્વના છે...








મચ્છર, ચાંચડ, વંદા, ગીલોડી, માખીને ભલે આપણે નફરત કરીએ પણ ઈકોલોજીસ્ટો કહે છે કે આવી જીવાત પૃથ્વીને જીવંત રાખે છે

નવા વર્ષના આગમનને ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આઓ, આપણે પૃથ્વી પરના અન્ય જીવોને સમજવા અને સાચવવાનો પ્રયાસ કરવાનો નિર્ણય કરીએ. આપણે આ જીવો પ્રત્યે દયા ના બતાવીએ તે માની શકાય પણ તેમને ધિક્કારવા ના જોઇએ એવું તો નક્કી કરી શકીએ. આપણે જેને સૌથી ઓછો પ્રેમ કરીએ છીએ તેવા જીવોની વાતથી શરૃઆત કરીએ.. મચ્છર, ચાંચડ, ગીલોડી, માખી, વંદા, બગાઇ, કરોળીયાં વગેરેનો સમાવેશ થાય છે.
મોટાભાગના લોકો માને છે કે મચ્છરોનું અસ્તિત્વ એટલા માટે છે કે (૧) આપણે રાત્રે ઘરની અંદર પૂરાઇ રહીએ (૨) તેમને મારવાની કસરતમાં આપણા બાવળાં મજબૂત થાય છે (૩) મચ્છરો તો ગીલોડી કે કરોળીયાનો ખોરાક છે!!
મચ્છરો તમને ડંખ મારે છે તે વાતને બાદ કરતાં ઘણી બધી રીતે સારા છે. મચ્છરોના લાર્વાને માછલીઓ ખાય છે અને પક્ષીઓ તેમજ ચામાચીડીયાં પણ મોટા થાય ત્યારે ખાય છે. કિનારાના પક્ષીઓ ડ્રેગન ફાઇલ્સ એમ્ફીબીયન્સ, રેપટાઇલ્સ વગેરે માટે તે ખોરાક છે. જો મચ્છરોને નાબૂદ કરી દેવામાં આવે તો ઉપરોક્ત તમામ જીવાણુઓ ખતમ થઇ જાય!!
છોડવા પર મોસ્ક્યુટો પૉલીનેટની ૩૦ જાત હોય છે. દૂર-દૂરના વિસ્તારોમાં ફૂલો ઉગાડતા છોડવા પર પણ તે પેદા થાય છે. તેમનો મૂળ ખોરાક છોડવા પર રહેલો ગળ્યો પદાર્થ હોય છે. પક્ષીઓની ઘણી જાતો આવા મચ્છરો આધારીત હોય છે. આવા મચ્છરો તેમના ખોરાકને પોષણવાળો બનાવે છે. અનાજના બીયાં અને ઠળીયા વિનાના ફળો જેમ પોષણ આપે છે તેમ આ મચ્છરો પોષણ આપે છે. એટલે કે વધુ મચ્છરો હોય તો વધુ પક્ષીઓ હોય અને વધુ પક્ષીઓ હોય તો વધુ બેરી હોય!!
મચ્છરો લીલ અને બેકટેરીયા ખાય છે વૃક્ષ પર ચોંટેલો ચીકણો પદાર્થ ખાય છે. જો મચ્છરો આ ચીકણો પદાર્થ ના ખાય તો ઝાડના થડ પરની ચીકાશ જેમ છે એમને એમ જ રહે!
મને લાગે છે કે ભગવાને મચ્છરોને યુધ્ધો અટકાવવા અને વિશ્વમાં શાંતિ પ્રસરાવવા ઉછેર્યા હશે. ઐતિહાસીક વાત તો એ છે કે મચ્છરોએ વિશ્વના દેશોને આકાર આપ્યો છે અને શાંતિ પ્રસરાવી છે. નેપોલીયન એલેકઝાંડર, નાઝી જેવા વિશ્વના યુધ્ધખોરો પર મચ્છરોનો પ્રભાવ હતો. આ લોકોની હાજરી જ્યાં હોય ત્યાંથી લોકો શાંત વિસ્તાર તરફ જતા રહેતા હતા. વિસ્તારો ખાલી થવાથી ત્યાં જંગલી છોડવા અને જંગલી પ્રાણીઓ માટે જગ્યા થતી હતી.
ચાંચડોના અસ્તિત્વની શી જરૃર છે? (૧) તમારા માથામાં વાળ ના હોય એવું તમે ઈચ્છો (૨) જ્યારે તમારી પાસે કોઇ કામ ના હોય ત્યારે તમને માથું ખંજવાળવા પ્રેરે (૩) ચાંચડ ચટકા ભરી રહ્યું છે એવું લાગે (૪) ટેપ વૉર્મને ઉછરવામાં મદદ કરે.
આ ચાંચડો મૃત શરીરો પર છવાઇ જાય છે અને જમીનને સમૃધ્ધ કરવામાં મદદ કરે છે. કોઇપણ ઉપલબ્ધ મૃત જીવાણુઓ અગાર કે સડેલા શાકભાજી જેવા ઓર્ગેનીક મટીરીયલ પર ચાંચડો તેના ઈંડા મૂકે છે અને ગ્રોથ આગળ વધારે છે.
આપણને આવા ચાંચડ કેવી રીતે ઉપયોગી છે તે સમજવું હોય તો અહીં જુઓ.. સસલું જ્યારે બચ્ચાંને જન્મ આપવાનું હોય ત્યારે તે કામ લાગે છે. મને લાગે છે કે આ કેટલાક માટે મહત્વનું બનશે. આવા સમયે તેના શરીરમાંના ચાંચડ સ્લીપર યુનિટ સમાન હોય છે. મનુષ્યમાં ઊંઘની આડે આવતા કયા તત્વો છે તે સંશોધકો શોધી રહ્યા છે. આ તો મેં તમારા જ્ઞાાનમાં ઉમેરો થાય એટલે લખ્યું છે. (Ticks) બગાઇ કેવી રીતે ઉપયોગી છે. આવી બગાઇ શરીરમાં ખંજવાળ ઉત્પન્ન કરે છે. મને વારંવાર આવી ખંજવાળનો અનુભવ થાય છે. જોકે વિવિધ ટેવો પર સંશોધન કરતા વિજ્ઞાાનીઓ કહે છે કે શરીર પરની ખંજવાળ એ શરીરમાં ઈકો સિસ્ટમ કેવી છે તે સૂચવે છે. બગાઇ એ એક પ્રકારની જીવાત છે. તે શરીરમાંનું લોહી ચૂસીને જીવે છે. આવી જીવાત ઉંદરથી માડીને હરણ સુધીમાં જોવા મળે છે. તે શરીરમાંથી ઉત્પન્ન થાય છે. ઈકોલોજીસ્ટ માને છે કે આવી જીવાતની કેટલી વધુ સંખ્યા છે તે પરથી શરીરની ઈકોલોજીની સ્થિતિ સમજી શકાય છે.
ઉદાહરણ તરીકે ઈકોલોજીસ્ટ શોધી કાઢે કે ચોક્કસ વિસ્તારમાં આવી જીવાતમાં છેલ્લા દશ વર્ષ દરમ્યાન ઘટાડો થાય તો સમજવું કે વિસ્તારના અન્ય જીવોમાં રહેલી ઈકોસિસ્ટિમ ડામાડોળ બની છે. એવી જ રીતે જો આવી જીવાત વધે તો સમજાય છે કે વિસ્તારની ઈકો સિસ્ટમ તંદુરસ્ત છે.
આ જીવાત જેના શરીર પર હોય છે તે પ્રાણીના શરીર પરથી પક્ષીઓ તેેને ૂચૂંટી ખાય છે. કુદરતમાં તેમનો રોલ શું છે તે પણ સમજવા જેવું છે. પ્રાણીમાં રહેલા જીવાણુઓના રોલ શું હોય છે તે જાણવા એમજી ઍન્વીયોરમેન્ટ નેટવર્કના જાનવેવરે જણાવ્યું છે કે આવી જીવાત બાયોડાયવર્સીટીને સમતોલ રાખે છે. આવી જીવાત જે શરીરમાં રહે છે તે પ્રાણીને મારી નથી નાખતી પણ તેને નબળી પાડી દે છે. આવી જીવાત જે પ્રાણીના શરીરમાં રહે છે તેનો ગ્રોથ પણ અટકાવી શકે છે. આમ જીવાત પ્રસરે છે અને પોતે જે પ્રાણીમાં રહે છે તેની વસ્તી વધારવામાં પણ મદદ કરે છે. જો આવી જ સ્થિતિ માનવજાત પર જોવાય તો જીવાત માનવજાત માટે પણ મહત્વની છે.
વંદા પણ જીવન સિસ્ટમ ટકાવી રાખવા માટે મહત્વના છે. જીવતા અને મરેલા વંદા કીડીઓ, પક્ષીઓ, ચામાચીડીયા, દેડકા, સાપ, ગીલોડી વગેરેના ખોરાક માટે મહત્વના હોય છે. વંદા પોતે નાના જીવાણુ ખાય છે. મોટા પ્રાણીઓની અગારમાં રહેલા ઓર્ગેનીક મટીરીયલનું રીસાયકલીંગમાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. જેના કારણે છોડવાને પોષણ મળે છે અને તે જમીનને ચોંટી રહે છે.
ગીલોડી દેખાવમાં સારી હોય છે અને ગૃહિણીઓને તે મદદકર્તા બને છે. તે મચ્છર, માખી, નાના, વંદા અને અન્ય જીવાણુઓ ખાય છે. કુદરતની જે એક વિચિત્ર ઉત્પતિ છે- તેનું નામ કરોળીયો છે. તે સૂકાયેલા - મરેલા છોડવા અને પ્રાણીઓને ફરી પૃથ્વી સાથે ભેળવી દે છે. પક્ષીઓ, માછલી અને બીજા સસ્તન પ્રાણીઓ માટે તે ખોરાક  બની રહે છે.
અહીં એક મહત્વની વાત છે કે દર વર્ષે કરોળીયા જે ખાય છે તે જીવાણુઓનું કુલ વજન સમગ્ર પૃથ્વી પર રહેતી વસ્તી કરતા વધારે છે!!! માનવ જાતે શોધી કાઢ્યું કે કરોળીયા જે રેસા કાઢે છે તે સિલ્કના રેસા કરતાં વધુ મજબૂત હોય છે. એટલે કરોળીયાને માણસે મિત્ર બનાવી દીધો!!
માખીની વાત કરીએ તો તે રોડ પરના ઉકરડા અને અગારને જમીન માટે પોષક બનાવે છે. દેડકા, કરોળીયા, પક્ષીઓ અને જીવાણુઓ માટે માખીઓ અને તેના લાર્વા ઉપયોગી ખોરાક બની જાય છે. ઘણીવાર ખૂન કેસ ઉકેલવામાં પણ તે મદદરૃપ બને છે. સડી ગયેલા મૃતદેહોમાં માખીએ મૂકેલા ઈંડા પરથી ફોરેન્સીક એન્ટોમોલોજીસ્ટ મૃતદેહનો અંદાજીત સમય મેળવી શકે છે.
પૃથ્વી પરના અન્ય જીવો સારા છે કે ખરાબ એમ ના કહી શકાય. આપણે માત્ર આપણા અસ્તિત્વનો વિચાર કરીએ છીએ. શું ત્રાસ આપતા પ્રાણીઓ આપણી જીંદગીને હેરાન કરતા હોય એટલે આપણે તેને ખરાબ ગણીએ છીએ? જો તમામ પક્ષીઓ દેડકા, માછલી વગેરેને કહો કે આ ત્રાસ આપતા પ્રાણીઓને ખાઇ જાવ તો તે ના પાડશે!! અને કહેશે કે તે સારું પ્રાણી છે.
વિવિધ હજારો જીવો એવા છે કે જે પૃથ્વીને જીવંત રાખે છે. મને ખબર નથી કે શા માટે આ જીવો અસ્તિત્વ ધરાવે છે પરંતુ વિજ્ઞાાન કહે છે કે આ જીવો જરૃરી છે.
તમારી સહનશક્તિ વધારો. કેટલાક પ્રાણીઓને તમે નાબૂદ કરવા મથો છો પણ પૃથ્વી પરના તે અદ્ભૂત પ્રાણીઓ છે તે અંગે વિચારતા નથી. આ પ્રાણીઓનું અસ્તિત્વ માનવજાત કરતાં પણ પહેલાનું છે. આ પ્રાણીઓ માનવજાતને અપનાવતા શીખી ગયા છે!! શા માટે આપણે તેમને અપનાવવાનું નથી વિચારતા??

Friday, December 13, 2013


જે કિનારે આજ તારું આગમન છે. એ કિનારે આપણું સાચું ભુવન છે. વાત હૈયાની હવે હોઠે ચડી છે, દિલ થી એ બોલી ગયા સાંજે મિલન છે. ભાન ભૂલી ચાલતો હું બસ પ્રણયમાં,લાગણીનો વાય જ્યાં શીતળ પવન છે. ચોખવટ ના હોય મિત્રો, પ્રેમ નામે, જિંદગીનું મૌન જાણે એક કથન છે. નામના મારી થવા લાગી છે નગરે, જ્યારથી મેં પ્રેમનો રાખ્યો હવન છે. ...પ્રશાંત સોમાણી

14 desabwe hdb


છોડ પર ખિલેલા ફુલ પર
કાંટાનો કંઈ અધિકાર નથી હોતો,

સંબંધોની લાગણીને સમજવા
સ્વાર્થનો આવિષ્કાર નથી હોતો,

ધારો તો સમદર પણ મીઠો થઈ જાય
પરંતુ એનો કોઈ પીનાર નથી હોતો,

આજે અનેક લાશો રઝળે છે રસ્તા પર
પણ એના પર કોઈ રડનાર નથી હોતો,

પ્રમ તો આપોઆપ જ થઈ જાય છે
એનો કોઈ સર્જનહાર નથી હોતો,

એકલાએ જ ચાલવું પડે છે જીંદગીના રાહ પર
બીજો કોઈ સાથ નિભાવનાર નથી હોતો,

ઘણાંને સમજાવવાની કોશીશ કરી છે 'જનાબે'
છતાં કોઈ સમજનાર નથી મળતો.
मेरी लिखी बातों को
हर कोई समझ नही पाता,
मै एहसास लिखता हू ओर लोग
अलफाञ पढ़ते है !

Sunday, December 1, 2013

hdb 2 .12

બોધકથા - કિરણ પટેલ
ને ત્રહીન વિઠ્ઠલ ભક્ત કાત્યાન પોતાના નગરથી દૂર આવેલા એક પહાડ પર સ્થિત મંદિરમાં આયોજિત એક મેળામાં જઈ રહ્યો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. તે ઉત્સાહભેર ભગવાન વિઠ્ઠલનાં ભજનો ગાઈ રહ્યો હતો. બાળકો, નવજવાન,વયસ્ક સ્ત્રી-પુરુષો અને વૃદ્ધો પણ વિઠ્ઠલનું નામ લેતાં લેતાં પહાડ ચઢી રહ્યાં હતાં. કાત્યાનને જોઈને એક યુવકે પૂછયું, "પહાડ તો ઘણો ઊંચો છે અને હજુ સુધી તમે ચોથા ભાગનો પહાડ જ ચઢયા છો. તમે ત્યાં કેવી રીતે પહોંચશો?"
કાત્યાને હળવા સ્મિત સાથે કહ્યું, "મિત્ર, હું તો માત્ર મારું શરીર લઈ જઈ રહ્યો છું. મારો આત્મા તો ક્યારનોયે ઉપર વિઠ્ઠલ પાસે પહોંચી ચૂક્યો છે."
નેત્રહીન કાત્યાનના આ જવાબે તે યુવકમાં જોશ ભરી દીધો અને તે વિઠ્ઠલનો જયકાર કરતો પહાડ ચઢવા લાગ્યો. તે પોતાનાં થાક અને કષ્ટ ભૂલી ગયો.
જ્યારે કાત્યાન સહિત બધા ભક્તો ઉપર મંદિરે પહોંચી ગયા ત્યારે એક ભક્તે કાત્યાનને પૂછયું, "તમે આટલાં બધાં કષ્ટ વેઠીને આટલે ઉપર શા માટે આવ્યા? તમારી તો આંખો જ નથી. તો ભગવાનનાં દર્શન કેવી રીતે કરશો?"
આ સાંભળી કાત્યાને થોડા ભાવુક બનીને કહ્યું, "મિત્ર, હું ભલે વિઠ્ઠલને ન જોઈ શકું, પરંતુ મારો વિઠ્ઠલ તો મને જોઈ શકે છે. વિઠ્ઠલ મને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. જે બધાને જુએ છે, તેને હું દેખું કે ન દેખું, તેનાથી શો ફરક પડે છે?"





















2 12 hdb

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત-હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે - તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે 'મરીઝ',
કેળવેલી આ લાયકાત નથી.

મરીઝ

Tuesday, November 19, 2013

20 n1vbar

પ્રિયાંશી....
વાટલડી જોવાની મોજો હું માણું; ને તુંયે પણ તરસી ત્યાં લાગે;
ઉપવન 'ને ફૂલો પર દ્રષ્ટિ જ્યાં ફેકું; ત્યાં ઉર્મીઓ ઉછળીને ભાગે.
પાંપણ નીચે તારી યાદો બીચાવું; ને પલકારે તુજને નિહાળું;
શરમાતી;મલકાતી;જ્યાં ત્યાં દેખાતી 'ને કલરવ ના ભણકારા વાગે.
મયખાનું શાને હું છેળું ઓ સાકી; જ્યાં નજરો થી પૈમાના છલકે;
અવસર મિલન કેરો કેવો હશે; જે દી' બાંધશું શ્રદ્ધા ના ધાગે.
સંધ્યાની લાલી 'ને પૂનમનો ચાંદો; છે સાદાઈ માં એ મનોહર;
''લાખણ'' ની મહેરાણી જોઈ ને કે'શો કે પરીઓયે પાણી ના માગે..
"લાખણ"શી આગઠ

29 navbaer








































જેણે પ્રકાશ આપવાનો હોય છે તેણે સતત સળગતા જ રહેવું પડે છે.....!!