Monday, August 19, 2013

20 agsat

લગાગાગા-લગાગાગા-લગાગા-લગાગા
અહીં માણસ જુઓ!કેવા ઠરાવો કરે છે!
વિગતથી હું પુછું તો એ સવાલો કરે છે!
ફરે દરિયાદિલીના વ્હેમમા એ સદા યે
છતાં ખાબોચિયામાંથી બબાલો કરે છે
નહીં માપી શકો પોલાણ,પાણૉ નથી..પણ
જરા તાપી જુઓ ! ઠાલો ધમાલો કરે છે
જુવો મારા કવનની રાહને આપ નિરખી
જુવો અક્ષરો અહીં કેવા કમાલો કરે છે!
હસીને વાત કરવાની મને રીતો ગમે..પણ
રડીને માનવી અભિનય મજાનો કરે છે
મઠારી જાત તો યે પણ સુધારો ન ફાવ્યો
કબુલી એ છતા લોકો મલાલો કરે છે
નિશાળીયો ભલેને ઠોઠ છે તો ય પણ શું!?
છતા પંડીત હોવાનો ઠઠારો કરે છે
નહી સમજી શકો અંદાજને કોઇ દીવસ
વખત આવ્યે જુઓ ! કેવો મલાવો કરે છે
-નરેશ કે.ડૉડીયા
































































Thursday, August 15, 2013

15 agsat

અતિશોભિત આવરણ કારણ દુષણનું બને,
જેને શોભાવતુ આવરણ તેનેજ શોષાવું પડે.
'વવાવિ'
































Sunday, August 4, 2013

સીધી લાઇને જવું
=========
દોર સમયનો ગુજરે રોજ
શિરસ્તો સમજી ઉતરે રોજ
રામાયણ નન્દવાય રોજ
સીતા હરણ પણ થાય રોજ
કવાયતની કથા મંડાય રોજ
ઘસરકે શરીર ઘસાય રોજ
ચરણોથી રસ્તા શોધાય રોજ
ભુગોળ ક્યાં બદલાય રોજ ?
ગણતરીએ નથી પડઘા રોજ
ગણતરીઓ પુર્વક ગરજે રોજ
અર્થો લઇ શબ્દો ફરે રોજ
પ્રશ્નો મેળવે ઉત્તરો ક્યાં રોજ ?
===પ્રહેલાદભાઈ પ્રજાપ