Monday, August 19, 2013

20 agsat

લગાગાગા-લગાગાગા-લગાગા-લગાગા
અહીં માણસ જુઓ!કેવા ઠરાવો કરે છે!
વિગતથી હું પુછું તો એ સવાલો કરે છે!
ફરે દરિયાદિલીના વ્હેમમા એ સદા યે
છતાં ખાબોચિયામાંથી બબાલો કરે છે
નહીં માપી શકો પોલાણ,પાણૉ નથી..પણ
જરા તાપી જુઓ ! ઠાલો ધમાલો કરે છે
જુવો મારા કવનની રાહને આપ નિરખી
જુવો અક્ષરો અહીં કેવા કમાલો કરે છે!
હસીને વાત કરવાની મને રીતો ગમે..પણ
રડીને માનવી અભિનય મજાનો કરે છે
મઠારી જાત તો યે પણ સુધારો ન ફાવ્યો
કબુલી એ છતા લોકો મલાલો કરે છે
નિશાળીયો ભલેને ઠોઠ છે તો ય પણ શું!?
છતા પંડીત હોવાનો ઠઠારો કરે છે
નહી સમજી શકો અંદાજને કોઇ દીવસ
વખત આવ્યે જુઓ ! કેવો મલાવો કરે છે
-નરેશ કે.ડૉડીયા
































































No comments:

Post a Comment