Friday, December 13, 2013


જે કિનારે આજ તારું આગમન છે. એ કિનારે આપણું સાચું ભુવન છે. વાત હૈયાની હવે હોઠે ચડી છે, દિલ થી એ બોલી ગયા સાંજે મિલન છે. ભાન ભૂલી ચાલતો હું બસ પ્રણયમાં,લાગણીનો વાય જ્યાં શીતળ પવન છે. ચોખવટ ના હોય મિત્રો, પ્રેમ નામે, જિંદગીનું મૌન જાણે એક કથન છે. નામના મારી થવા લાગી છે નગરે, જ્યારથી મેં પ્રેમનો રાખ્યો હવન છે. ...પ્રશાંત સોમાણી

14 desabwe hdb


છોડ પર ખિલેલા ફુલ પર
કાંટાનો કંઈ અધિકાર નથી હોતો,

સંબંધોની લાગણીને સમજવા
સ્વાર્થનો આવિષ્કાર નથી હોતો,

ધારો તો સમદર પણ મીઠો થઈ જાય
પરંતુ એનો કોઈ પીનાર નથી હોતો,

આજે અનેક લાશો રઝળે છે રસ્તા પર
પણ એના પર કોઈ રડનાર નથી હોતો,

પ્રમ તો આપોઆપ જ થઈ જાય છે
એનો કોઈ સર્જનહાર નથી હોતો,

એકલાએ જ ચાલવું પડે છે જીંદગીના રાહ પર
બીજો કોઈ સાથ નિભાવનાર નથી હોતો,

ઘણાંને સમજાવવાની કોશીશ કરી છે 'જનાબે'
છતાં કોઈ સમજનાર નથી મળતો.
मेरी लिखी बातों को
हर कोई समझ नही पाता,
मै एहसास लिखता हू ओर लोग
अलफाञ पढ़ते है !

Sunday, December 1, 2013

hdb 2 .12

બોધકથા - કિરણ પટેલ
ને ત્રહીન વિઠ્ઠલ ભક્ત કાત્યાન પોતાના નગરથી દૂર આવેલા એક પહાડ પર સ્થિત મંદિરમાં આયોજિત એક મેળામાં જઈ રહ્યો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. તે ઉત્સાહભેર ભગવાન વિઠ્ઠલનાં ભજનો ગાઈ રહ્યો હતો. બાળકો, નવજવાન,વયસ્ક સ્ત્રી-પુરુષો અને વૃદ્ધો પણ વિઠ્ઠલનું નામ લેતાં લેતાં પહાડ ચઢી રહ્યાં હતાં. કાત્યાનને જોઈને એક યુવકે પૂછયું, "પહાડ તો ઘણો ઊંચો છે અને હજુ સુધી તમે ચોથા ભાગનો પહાડ જ ચઢયા છો. તમે ત્યાં કેવી રીતે પહોંચશો?"
કાત્યાને હળવા સ્મિત સાથે કહ્યું, "મિત્ર, હું તો માત્ર મારું શરીર લઈ જઈ રહ્યો છું. મારો આત્મા તો ક્યારનોયે ઉપર વિઠ્ઠલ પાસે પહોંચી ચૂક્યો છે."
નેત્રહીન કાત્યાનના આ જવાબે તે યુવકમાં જોશ ભરી દીધો અને તે વિઠ્ઠલનો જયકાર કરતો પહાડ ચઢવા લાગ્યો. તે પોતાનાં થાક અને કષ્ટ ભૂલી ગયો.
જ્યારે કાત્યાન સહિત બધા ભક્તો ઉપર મંદિરે પહોંચી ગયા ત્યારે એક ભક્તે કાત્યાનને પૂછયું, "તમે આટલાં બધાં કષ્ટ વેઠીને આટલે ઉપર શા માટે આવ્યા? તમારી તો આંખો જ નથી. તો ભગવાનનાં દર્શન કેવી રીતે કરશો?"
આ સાંભળી કાત્યાને થોડા ભાવુક બનીને કહ્યું, "મિત્ર, હું ભલે વિઠ્ઠલને ન જોઈ શકું, પરંતુ મારો વિઠ્ઠલ તો મને જોઈ શકે છે. વિઠ્ઠલ મને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. જે બધાને જુએ છે, તેને હું દેખું કે ન દેખું, તેનાથી શો ફરક પડે છે?"





















2 12 hdb

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત-હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે - તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે 'મરીઝ',
કેળવેલી આ લાયકાત નથી.

મરીઝ