Sunday, December 1, 2013

hdb 2 .12

બોધકથા - કિરણ પટેલ
ને ત્રહીન વિઠ્ઠલ ભક્ત કાત્યાન પોતાના નગરથી દૂર આવેલા એક પહાડ પર સ્થિત મંદિરમાં આયોજિત એક મેળામાં જઈ રહ્યો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. તે ઉત્સાહભેર ભગવાન વિઠ્ઠલનાં ભજનો ગાઈ રહ્યો હતો. બાળકો, નવજવાન,વયસ્ક સ્ત્રી-પુરુષો અને વૃદ્ધો પણ વિઠ્ઠલનું નામ લેતાં લેતાં પહાડ ચઢી રહ્યાં હતાં. કાત્યાનને જોઈને એક યુવકે પૂછયું, "પહાડ તો ઘણો ઊંચો છે અને હજુ સુધી તમે ચોથા ભાગનો પહાડ જ ચઢયા છો. તમે ત્યાં કેવી રીતે પહોંચશો?"
કાત્યાને હળવા સ્મિત સાથે કહ્યું, "મિત્ર, હું તો માત્ર મારું શરીર લઈ જઈ રહ્યો છું. મારો આત્મા તો ક્યારનોયે ઉપર વિઠ્ઠલ પાસે પહોંચી ચૂક્યો છે."
નેત્રહીન કાત્યાનના આ જવાબે તે યુવકમાં જોશ ભરી દીધો અને તે વિઠ્ઠલનો જયકાર કરતો પહાડ ચઢવા લાગ્યો. તે પોતાનાં થાક અને કષ્ટ ભૂલી ગયો.
જ્યારે કાત્યાન સહિત બધા ભક્તો ઉપર મંદિરે પહોંચી ગયા ત્યારે એક ભક્તે કાત્યાનને પૂછયું, "તમે આટલાં બધાં કષ્ટ વેઠીને આટલે ઉપર શા માટે આવ્યા? તમારી તો આંખો જ નથી. તો ભગવાનનાં દર્શન કેવી રીતે કરશો?"
આ સાંભળી કાત્યાને થોડા ભાવુક બનીને કહ્યું, "મિત્ર, હું ભલે વિઠ્ઠલને ન જોઈ શકું, પરંતુ મારો વિઠ્ઠલ તો મને જોઈ શકે છે. વિઠ્ઠલ મને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. જે બધાને જુએ છે, તેને હું દેખું કે ન દેખું, તેનાથી શો ફરક પડે છે?"





















2 12 hdb

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત-હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે - તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે 'મરીઝ',
કેળવેલી આ લાયકાત નથી.

મરીઝ

Tuesday, November 19, 2013

20 n1vbar

પ્રિયાંશી....
વાટલડી જોવાની મોજો હું માણું; ને તુંયે પણ તરસી ત્યાં લાગે;
ઉપવન 'ને ફૂલો પર દ્રષ્ટિ જ્યાં ફેકું; ત્યાં ઉર્મીઓ ઉછળીને ભાગે.
પાંપણ નીચે તારી યાદો બીચાવું; ને પલકારે તુજને નિહાળું;
શરમાતી;મલકાતી;જ્યાં ત્યાં દેખાતી 'ને કલરવ ના ભણકારા વાગે.
મયખાનું શાને હું છેળું ઓ સાકી; જ્યાં નજરો થી પૈમાના છલકે;
અવસર મિલન કેરો કેવો હશે; જે દી' બાંધશું શ્રદ્ધા ના ધાગે.
સંધ્યાની લાલી 'ને પૂનમનો ચાંદો; છે સાદાઈ માં એ મનોહર;
''લાખણ'' ની મહેરાણી જોઈ ને કે'શો કે પરીઓયે પાણી ના માગે..
"લાખણ"શી આગઠ

29 navbaer








































જેણે પ્રકાશ આપવાનો હોય છે તેણે સતત સળગતા જ રહેવું પડે છે.....!!

20 nnnambar

હા, બહું તીક્ષ્ણ હતી ધાર તેના શબ્દોની,
કઈ મજબૂરી હશે આધાર તેના શબ્દોની .

લડ્યું હશે તેની સાથે અંતરમન ચોક્કસ,
પીડા ઝલકતી પારાવાર તેના શબ્દોની

હશે તેને એમ, હું ભૂલી જઈશ તેને તેથી,
જરૂરી હતી મને સારવાર તેના શબ્દોની.

તે એ જ છે જેના વાયદા હતા ભવોભવના
નસીબને ક્યાં હતી દરકાર તેના શબ્દોની.

વાયદો છે મારો નહીં મળું તને કદી 'અખ્તર',
રાખીશ હું કાયમ, સલોકાર તેના શબ્દોની